
“દવાઓ માટે માર્ગદર્શન અને એન્ટિબાયોટિક્સ માટે ડૉક્ટરની જરૂર છે.”
એન્ટિબાયોટિક એવી દવાઓ નથી કે જેને એમ જ લઈ લેવાય. તેનો ઉપયોગ ડૉક્ટરની સલાહથી જ કરવો જોઈએ. આજકાલ લોકો એવું માનવા લાગ્યા છે કે બસ એક ગોળી લઈ લો, દરેક તકલીફ દૂર થઈ જશે. આ જ કારણ છે કે બીમારીઓ અને ચેપ આ એન્ટિબાયોટિક દવાઓ પર ભારે પડી રહ્યા છે. હું આપ સૌને આગ્રહ કરું છું કે કૃપા કરીને પોતાની મરજીથી દવાઓનો ઉપયોગ કરવાનું ટાળો. એન્ટિબાયોટિક દવાઓની બાબતમાં તો આ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. હું તો એટલું જ કહીશ — દવાઓ માટે માર્ગદર્શન અને એન્ટિબાયોટિક્સ માટે ડૉક્ટરની જરૂર છે. આ આદત તમારા સ્વાસ્થ્યને વધુ સારું બનાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.













































